મોરબી : સાબરકાંઠા પોલીસ સ્ટેશનના દારૂના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને આજે મોરબી તાલુકા પોલીસે ઝડપી લીધો હતો. મોરબી જીલ્લામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના મળતા મોરબી તાલુકા પીએસઆઇ એસ.એ.ગોહિલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો જેમાં એ.એસ.આઇ. એમ.સી.જાડેજા, પો.હેડ.કોન્સ જે.બી.ઝાલા, પો.કોન્સ હીતેષભાઇ ચાવડા, અશોકભાઈ ખાંભરા, અમીતભાઇ પટેલ અને શકિતસિંહ જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન ટીંબડી પાટીયા પાસે આવતો સાથેના પો.કોન્સ હિતેષભાઇ ચાવડા તથા અશોકભાઇ ખાંભરાની બાતમી મળેલ કે સાબરકાંઠા જીલ્લાના ચિઠોડા પોલીસ સ્ટેશન ના પ્રોહી ગુ.ર.ને.૧૦૩/૧૮ પ્રોહી કલમ ૬૫(એ)(ઇ), ૧૧૬બી, ૯૮(૨) મુજબ નાસતો ફરતો આરોપી રફીક ઓસમાણભાઇ જુમાભાઇ અજમેરી, ઉ.વ.૪૦ રહે. કિષ્નાપાર્ક-૨ વાવડી રોડ બાવરીયાપીર ની દરગાહ સામે મોરબી વાળો રવીરાજચોકડી પાસે ઉભો છે. જેને પગલે તાલુકા પોલીસ સ્ટાફે આરોપીની સી.આર.પી.સી કલમ-૪૧(૧)આઇ મુજબ ધોરણસર અટક કરી સાબરકાંઠા જીલ્લાના ચિઠોડા પોલીસ સ્ટેશન સોંપવા કાર્યવાહી હાથ ધરી હતી.