મહેન્દ્રનગરનો શખ્સ 7મી તારીખે અપહરણ કરી ગયા બાદ ત્રણ દિવસ અલગ-અલગ જગ્યાએ દુષ્કર્મ આચરી સગીરાને પાર્ટ મૂકી ગયો મોરબી :મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી 15 વર્ષની સગીરાને મહેન્દ્રનગરનો શખ્સ અપહરણ કરીને લઇ ગયા બાદ મોરબી અને વાંકાનેરમાં અલગ - અલગ જગ્યાએ દુષ્કર્મ આચાર્યા બાદ પરત ઘેર મૂકી જતા આ મામલે સગીરાના માટે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી 15 વર્ષીય સગીરાને ગત તા.7 મે ના રોજ મહેન્દ્રનગર વિસ્તારમાં રહેતો કાનો ચંદુભાઈ રૂદતલા નામનો શખ્સ કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરીને લઈ ગયો હતો અને સગીર હોવાનું જાણવા છતાં સગીરા સાથે આરોપી કાનાએ વાંકાનેર તેમજ મોરબીમાં મિત્રના ઘરે સગીરા ઉપર અવાર-નવા દુષ્કર્મ આચર્યું હતું. વધુમાં આ ગંભીર કેસમાં સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનાર આરોપી બાદમાં તા.10 મે ના રોજ સગીરાને પરત ઘેર મૂકી જતા સગીરાએ સમગ્ર હકીકત પરિવારજનોને જણાવતા આ મામલે અંતે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.