મોરબી : મામલતદાર સી. આર. નિમાવતના અધ્યક્ષ સ્થાને તથા તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં નીચી માંડલ ગામે પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને તક્ષશિલા વિદ્યાલયના સંયુક્ત ઉપલક્ષમાં 77 માં પ્રજાસત્તાક પર્વની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આ પર્વમાં મામલતદાર સી.આર નિમાવત ઉપરાંત તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ દેસાઈ, તાલુકા વિકાસ અધિકારી જગદીશભાઈ વણપરિયા, તાલુકા પીએસઆઈ અરૂણભાઈ મિશ્રા, પ્લાટુન કમાન્ડર એસ. કે. સાહેબ, પીજીવીસીએલ ડિવિઝનમાંથી બાવરવા, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાંથી અનિલભાઈ એરવાડીયા, નીચી માંડલ ગ્રામ પંચાયત સરપંચ પ્રદ્યુમનભાઈ કુંડારીયા, તલાટી કમ મંત્રી બળદેવભાઈ કુંડારીયા, તેમજ ત્રણેય શાળાના આચાર્ય તથા સ્ટાફ અને આઇસીડીએસ આંગણવાડી સ્ટાફ, આરોગ્ય મેડિકલ ટીમ તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.આ તકે ત્રણેય શાળાના બાળકો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમમાં સહભાગી થયેલ બાળકોને મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી ઉપરાંત શ્રેષ્ઠીશ્રીઓ દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત શાળા પરિવારને જ્યારે જ્યારે જરૂર હોય ત્યારે તન, મન અને ધનથી સહકાર આપનારા શ્રેષ્ઠીશ્રીઓ તથા વિવિધ પરીક્ષાઓમાં તેમજ સ્પર્ધામાં પ્રથમ આવેલ બાળકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તથા કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા કે જે કર્મચારી મિત્રો સહભાગી થયા તેઓનો સમસ્ત ગ્રામજનો વતી સરપંચ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સુચારું સંચાલન શૈલેષભાઈ ઝાલરીયા દ્વારા કરવામાં આવ્યું હતું.