મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના સંયુક્ત મેગા ભરતીમેળાનું આયોજન અનિવાર્ય કારણોસર રદ થતા નવું આયોજન કરાયુંમોરબી : મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાની રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા સંયુક્ત રીતે આગામી તા. 1-9-2025ના રોજ સવારે 10 કલાકે આઈ.ટી.આઈ. મહેન્દ્રનગર ખાતે મોરબી ક્લસ્ટર કક્ષાના મેગા ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન અનિવાર્ય સંજોગોના કારણે રદ કરવામાં આવ્યું છે. જેના બદલે નિયત સ્થળ અને સમયે તા. 1-9-2025ના રોજ મોરબી તાલુકા કક્ષાનાં ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે.આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક / એસએસસી / એચએસસી / આઇટીઆઇ / સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા 18 થી 35 વર્ષની વયજૂથમાં સમાવિષ્ટ ઉમેદવારો ભરતી મેળામાં ઉપસ્થિત રહી શકશે.આ ઉમેદવારોએ તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, આધારકાર્ડ, બાયોડાટા વગેરે જરૂરી સાધનિક કાગળો સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. આ ભરતી મેળામાં રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહીં કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.