મોરબી : જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ પ્રેરિત તથા તાલુકા પંચાયત અને જિલ્લા શિક્ષણ સમિતિ મોરબી તથા બી.આર.સી. મોરબી આયોજિત તાલુકા કક્ષાનું પ્રાથમિક વિભાગનું વિજ્ઞાન,ગણિત અને પર્યાવરણ પ્રદર્શન બુનિયાદી કન્યા પ્રાથમિક શાળા અને તાલુકા શાળા નં.1 ખાતે યોજાયું હતું. જેમાં સી.આર.સી.કક્ષાએથી પ્રથમ આવનાર 26 શાળાના બાળકો અને શિક્ષકોએ ભાગ લીધો હતો.આ પ્રદર્શનની ઓપનિંગ સેરેમનીમાં બી.આર.સી. કો. ચિરાગભાઈ આદ્રોજાએ સ્વાગત પ્રવચન અને સી.આર.સી. કો-ઑર્ડિનેટર શૈલેષ કાલરિયાએ પ્રદર્શનની રૂપરેખા આપી હતી. પછી ચંદ્રયાન-3ના મોડેલને લાઈવ લોંચ કર્યા બાદ હેઠળ બાળવિજ્ઞાની બાળાઓના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. પ્રદર્શનનો મુખ્ય વિષય ‘સમાજ માટે વિજ્ઞાન અને ટેક્નોલોજી’ હતો. કુલ પાંચ વિભાગની વિવિધ 26 કૃતિઓ પ્રેરણાદાયી અને નાવિન્યસભર હતી. નિર્ણાયક તરીકે ખરેડા હાઈસ્કૂલના વિજ્ઞાન શિક્ષક ડો.રીતેશભાઈ અઘારા અને બગથળા હાઈસ્કૂલના વિજ્ઞાન શિક્ષક અશોકભાઈ કામરિયાએ સુંદર સેવા બજાવી હતી. તાલુકા શાળા નં.1ના અને બુનિયાદી કન્યા પ્રાથમિક શાળાના શિક્ષક સ્ટાફે કૃતિ ગોઠવવા વ્યવસ્થા કરી હતી.ટીમ બી.આર.સી ના માઈક્રો મેનેજમેન્ટ દ્વારા પ્રદર્શનને ચાર ચાંદ લગાવી દીધા હતા. જેનો લાભ નજીકની ઘણી પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓના બાળકોએ લીધો હતો. સમાપન સમારંભમાં મહાનુભાવો જેવા કે તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ દેસાઈ, તેમજ બન્ને સંઘના પ્રમુખ હાજર રહ્યા હતા. ભાગ લેનાર બાળવૈજ્ઞાનિકો અને માર્ગદર્શક શિક્ષકોનું શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કર્યું હતું. ખાસ તાલુકા શાળા નંબર 1 ને વોટર કુલરનું દાન આપનાર પૂર્વ શિક્ષિકા અઘારા મનિષાબેન અને પંખાનું દાન આપનાર ડીસન્ટ સીરામીક વતી હરદેવભાઈ ડાંગરને મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચનો કરી બાળ વૈજ્ઞાનિકો અને માર્ગદર્શક શિક્ષકોને બિરદાવ્યા હતા. નિર્ણાયકોએ કૃતિઓ અને વિજ્ઞાન વિશે માર્ગદર્શન આપ્યું હતું. રામકૃષ્ણ સી.આર.સી.કો-ઑર્ડિનેટર ઉમેશ પરેલે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું તથા અંતમાં રંગપર સી.આર.સી. કો-ઑર્ડિનેટર નેહલબેન રામાવતે સૌનો આભાર માન્યો હતો.મોરબી તાલુકા કક્ષાનું ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું.મોરબી : જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ પ્રેરિત તથા તાલુકા પંચાયત અને જિલ્લા શિક્ષણ સમિતિ મોરબી તથા બી.આર.સી. મોરબી આયોજિત તાલુકા કક્ષાનું પ્રાથમિક વિભાગનું વિજ્ઞાન,ગણિત અને પર્યાવરણ પ્રદર્શન બુનિયાદી કન્યા પ્રાથમિક શાળા અને તાલુકા શાળા નં.1 ખાતે યોજાયું હતું. જેમાં સી.આર.સી.કક્ષાએથી પ્રથમ આવનાર 26 શાળાના બાળકો અને શિક્ષકોએ ભાગ લીધો હતો.આ પ્રદર્શનની ઓપનિંગ સેરેમનીમાં બી.આર.સી. કો. ચિરાગભાઈ આદ્રોજાએ સ્વાગત પ્રવચન અને સી.આર.સી. કો-ઑર્ડિનેટર શૈલેષ કાલરિયાએ પ્રદર્શનની રૂપરેખા આપી હતી. પછી ચંદ્રયાન-3ના મોડેલને લાઈવ લોંચ કર્યા બાદ હેઠળ બાળવિજ્ઞાની બાળાઓના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. પ્રદર્શનનો મુખ્ય વિષય ‘સમાજ માટે વિજ્ઞાન અને ટેક્નોલોજી’ હતો. કુલ પાંચ વિભાગની વિવિધ 26 કૃતિઓ પ્રેરણાદાયી અને નાવિન્યસભર હતી. નિર્ણાયક તરીકે ખરેડા હાઈસ્કૂલના વિજ્ઞાન શિક્ષક ડો.રીતેશભાઈ અઘારા અને બગથળા હાઈસ્કૂલના વિજ્ઞાન શિક્ષક અશોકભાઈ કામરિયાએ સુંદર સેવા બજાવી હતી. તાલુકા શાળા નં.1ના અને બુનિયાદી કન્યા પ્રાથમિક શાળાના શિક્ષક સ્ટાફે કૃતિ ગોઠવવા વ્યવસ્થા કરી હતી.ટીમ બી.આર.સી ના માઈક્રો મેનેજમેન્ટ દ્વારા પ્રદર્શનને ચાર ચાંદ લગાવી દીધા હતા. જેનો લાભ નજીકની ઘણી પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓના બાળકોએ લીધો હતો. સમાપન સમારંભમાં મહાનુભાવો જેવા કે તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ દેસાઈ, તેમજ બન્ને સંઘના પ્રમુખ હાજર રહ્યા હતા. ભાગ લેનાર બાળવૈજ્ઞાનિકો અને માર્ગદર્શક શિક્ષકોનું શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કર્યું હતું. ખાસ તાલુકા શાળા નંબર 1 ને વોટર કુલરનું દાન આપનાર પૂર્વ શિક્ષિકા અઘારા મનિષાબેન અને પંખાનું દાન આપનાર ડીસન્ટ સીરામીક વતી હરદેવભાઈ ડાંગરને મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચનો કરી બાળ વૈજ્ઞાનિકો અને માર્ગદર્શક શિક્ષકોને બિરદાવ્યા હતા. નિર્ણાયકોએ કૃતિઓ અને વિજ્ઞાન વિશે માર્ગદર્શન આપ્યું હતું. રામકૃષ્ણ સી.આર.સી.કો-ઑર્ડિનેટર ઉમેશ પરેલે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું તથા અંતમાં રંગપર સી.આર.સી. કો-ઑર્ડિનેટર નેહલબેન રામાવતે સૌનો આભાર માન્યો હતો.