મોરબી : આજરોજ મોરબી તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો હતો. જેમાં અલગ અલગ 14 જેટલી સ્પર્ધાઓમાં 2000 જેટલા સ્પર્ધકોએ તાલુકા કક્ષાની આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.આ અંગે મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ વ્યાસે જણાવ્યું હતું કે, આજે મોરબી તાલુકા કક્ષાનો કલા મહાકુંભ વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાયો હતો. જેમાં 2000 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં અલગ અલગ રાસ, ગરબા, લોક નૃત્ય, ગાયન, વાદન, નિબંધ, ચિત્રકલા, અભિનય, સાહિત્ય જેવી 14 જેટલી સ્પર્ધાઓ યોજાઇ હતી. તાલુકો કક્ષાએ પ્રથમ નંબર મેળવનાર આગામી દિવસોમાં જિલ્લા કક્ષાએ આયોજિત કલા મહાકુંભમાં ભાગ લેશે અને જિલ્લા કક્ષાએ વિજેતા થનાર પ્રદેશ કક્ષાએ સ્પર્ધામાં રમવા જશે. તેમણે વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા.