મોરબી તાલુકા મામલતદાર નિખિલ મહેતા દ્વારા કરાશે ધ્વજવંદન મોરબી : ભારતના 77મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે આવતીકાલે તારીખ 15મી ઓગસ્ટ ને મંગળવારના રોજ જૂના નાગડાવાસ પ્રાથમિક શાળા ખાતે મોરબી (ગ્રામ્ય) તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. 15મી ઓગસ્ટના રોજ સવારે 9 કલાકે જૂના નાગડાવાસ ગામની પ્રાથમિક શાળામાં મામલદાર અને એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટ, મોરબી (ગ્રામ્ય) નિખિલ મહેતાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે અને રાષ્ટ્રગાનનું ગાન કરવામાં આવશે. ત્યારબાદ મામલતદાર દ્વારા પરેડ નિરીક્ષણ કરાશે. ત્યારબાદ મામલતદાર દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરાશે. ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા 9-20 થી 10 વાગ્યા સુધી દેશભક્તિ સભર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. અને 10 વાગ્યા વૃક્ષારોપણ બાદ કાર્યક્રમનું સમાપન કરવામાં આવશે.