મોરબી : મોરબીમાં તાલુકા કક્ષાના યુવક મહોત્સવમાં કલામંદિર સંગીત કલાસીસના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કરીને દબદબો બનાવ્યો હતો. વિદ્યાર્થીઓએ અનેક સ્પર્ધાઓમાં નંબર પ્રાપ્ત કરીને કલાસીસનું સમગ્ર મોરબીમાં નામ રોશન કર્યું છે. મોરબી તાલુકા કક્ષાના યુવક મહોત્સવમાં ભજનમાં ધાનજા મંથને પ્રથમ, હળવું કંઠય સંગીતમાં વ્યાસ પૂજાએ પ્રથમ, લોકગીતમાં કરોતરા દેવશીએ પ્રથમ , ખાંભલા રવજીએ દ્વિતીય અને નિતીનભા ગઢવીએ તૃતીય સ્થાન મેળવ્યું હતું. આ તમામ વિજેતાઓ હવે જિલ્લા કક્ષાએ મોરબી તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે.