મોરબી : તાજેતરમાં મોરબી તાલુકા સંકલન સમિતિની બેઠક નાયબ કલેકટરની અધ્યક્ષતામાં મળી હતી. આ બેઠકમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મોરબી તાલુકા શહેરના વિવિધ પ્રશ્નો-સમસ્યાઓ ઉઠાવીને સત્વરે તેનો નિકાલ કરવાની વિધિવત રજુઆત કરી હતી. જેના આધારે નાયબ કલેકટરે સંબંધિત વિભાગો અને તેના અધિકારીઓને સત્વરે આ પ્રશ્નોનું નિરાકરણ કરવાની તાકીદ કરી હતી. આ બેઠકમાં નવા સદુળકા ગામના તળાવની રીપેરીંગ કામગીરી, માધાપર-વાવડી રોડ પર તૂટી ગયેલા ભાગોનું પેચવર્ક, સ્ટેટ હાઇવે-૨૪ના રસ્તાઓ પર પેચવર્ક, નેશનલ હાઇવેથી ગાળા સુધીના રસ્તાના રી-સરફેસિંગની કામગીરી શરૂ કરાવવા, ગાળા ગામે જેતપુર-મચ્છુ ફીડરમાંથી અપાતા અનિયમિત વીજ પુરવઠા બાબતે, ગાળા ગ્રામપંચાયતનું જૂનું જર્જરિત મકાન તોડી પાડી નવું બનાવવા, ગાળા ગામે અનિયમિત પાણી પુરવઠા બાબતે, મોરબીથી ગાળા સુધી જતી અનિયમિત બસને નિયમિત કરવા અંગે, ભડિયાદ, મહેન્દ્રનગર અને ધરમપુર ગામે પીવાના પાણીની તંગી વિશે, અવની પાર્કની બાજુમાં આવેલ દુલાની વાડી વિસ્તારમાં પીવાના પાણી અને ભૂગર્ભ ગટરની સમસ્યા નિવારવા જેવા વિવિધ પ્રશ્નોની રજુઆત કરી હતી. આ રજૂઆતના સંદર્ભે નાયબ કલેકટરે જે તે વિભાગમાં તેમજ જવાબદાર અધિકારીઓને આ પ્રશ્નોનું તાત્કાલિક ધોરણે નિકાલ કરવા તાકીદ કરી હતી. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274