મોરબી : મોરબી તાલુકા પંચાયત અને મોરબી તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની બેઠકો માટે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત આજે મોરબી તાલુકા પંચાયતની 17 બેઠકો અને જિલ્લા પંચાયતની 6 બેઠકો માટે કોંગ્રેસના ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ ભરી દીધા છે.મોરબી તાલુકામાં આવતી જિલ્લા પંચાયત બેઠકના કોંગ્રેસના ઉમેદવારો: 1. આમરણ-1 બેઠક (સામાન્ય સ્ત્રી): સરોજબેન નિમેષભાઈ ગાંભાવા 2. બગથળા-2 બેઠક (બિનઅનામત સામાન્ય): સતિષભાઈ ભાણજીભાઈ મેરજા 3. જાંબુડીયા-8 બેઠક (અનુસૂચિત જાતિ સ્ત્રી): પિંકીબેન રાજેશભાઈ ચૌહાણ 4. ઘૂંટુ-7 બેઠક (સા.શૈ.પછાતવર્ગ સ્ત્રી): લીલાબેન ધારાભાઈ હેણ 5. ખાનપર-11 બેઠક (સા.શૈ.પછાતવર્ગ): મુળુભાઈ કાળુભાઈ કુંભારવાડિયા 6. જેતપર-9 બેઠક (સા.શૈ.પછાતવર્ગ): પૂજાબેન નવીનભાઈ સોરીયામોરબી તાલુકા પંચાયત બેઠકના કોંગ્રેસના ઉમેદવારો: 1. આમરણ-1 બેઠક (બિનઅનામત સામાન્ય): અંબારામભાઈ છગનભાઈ કાસુન્દ્રા 2. બેલા(આ)-3 બેઠક (સા.શૈ.પછાતવર્ગ સ્ત્રી): છાયાબેન જયેશભાઈ કુંભાવાડીયા 3. મોડપર-15 બેઠક (બિનઅનામત સામાન્ય): અલ્પેશભાઈ હસમુખભાઈ કોઠીયા 4. બગથળા-2 બેઠક (બિનઅનામત સામાન્ય): સુરેશભાઈ નારણભાઈ બાવરવા 5. ખાખરાળા-10 બેઠક (બિનઅનામત સામાન્ય): પ્રવીણભાઈ લવજીભાઈ ઉભડીયા 6. પીપળી-20 બેઠક (સામાન્ય સ્ત્રી): ભાવિકાબેન પ્રફુલભાઈ જગોદરા 7. ઘૂનડા(સ)-5 બેઠક (સા.શૈ.પછાતવર્ગ સ્ત્રી): હંસાબેન મહેશભાઈ પરેચા 8. જાંબુડીયા-7 બેઠક (સા.શૈ.પછાતવર્ગ): ગમારા કિશનભાઈ બૂટાભાઈ 9. લાલપર-13 બેઠક (અનુસૂચિત આદિજાતિ): મીનાબેન પેથાભાઈ વાઘેલા 10. મકનસર-15 બેઠક (સામાન્ય સ્ત્રી): કરોતરા વર્ષાબેન કાનજીભાઈ 11. ગાળા-4 બેઠક (બિનઅનામત સામાન્ય): સનાવડા અરુણભાઈ મગનભાઈ 12. જૂના નાગડાવાસ-9 બેઠક (સામાન્ય સ્ત્રી): લીલાબા બટુકસિંહ 13. લક્ષ્મીનગર-14 બેઠક (સામાન્ય સ્ત્રી): દિનેશભાઈ પંચોટીયા 14. ખાનપર-11 બેઠક (સા.શૈ.પછાતવર્ગ): સંદીપભાઈ દિલીપભાઈ લીંબડ 15. પંચાસર-18 બેઠક (અનુસૂચિત જાતિ): મનસુખભાઈ અમરશીભાઈ ચૌહાણ 16. રાજપર-21 બેઠક (સામાન્ય સ્ત્રી): જલ્પાબેન ભાવિનભાઈ મેરજા 17. ઘૂંટુ-6 બેઠક (સા.શૈ.પછાતવર્ગ સ્ત્રી): પુજાબેન આશિષભાઈ પરેચા 18. નીચી માંડલ-17 બેઠક (અનુસૂચિત જાતિ): સુમિતાબેન અશોકભાઈ સોલંકી 19. પાનેલી-19 બેઠક (બિનઅનામત સામાન્ય): શીવલાલ હરીભાઈ પરમારઅમારી બહુમતી આવશે તો પ્રજાના તમામ પ્રશ્નોને હલ કરવા પૂરો પ્રયાસ કરીશું : તાલુકા કોંગ્રેસ પ્રમુખમોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખ સંજય કોટડીયાએ જણાવ્યું કે 'મોરબી તાલુકા પંચાયતની કુલ 22 સીટમાંથી 17 ઉમેદવારોના ફોર્મ ભરાઈ ગયા છે, બાકીના ચાર ઉમેદવારો ટૂંક સમયમાં ફોર્મ ભરશે. જિલ્લા પંચાયતની તમામ 6 બેઠકો માટે અમારા 6 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. અમારા ઉમેદવારોમાં શિક્ષિત અને યુવા ચહેરાઓનો સમાવેશ થાય છે. જિલ્લા પંચાયતના તમામ 5 ઉમેદવારો શિક્ષિત છે અને માત્ર એક જ ઉમેદવાર આઠ પાસ છે. તાલુકા પંચાયતમાં પણ 15 ઉમેદવારો શિક્ષિત છે, જ્યારે અન્ય 4 જેટલા ઉમેદવારો ખેતી સાથે જોડાયેલા છે. આગામી ચૂંટણીમાં અમે વિકાસના મોટા-મોટા દાવાઓ કરનારાઓ સામે લડીશું, કારણ કે વાસ્તવિકતામાં કોઈ વિકાસ થયો નથી અને પ્રજા હેરાન થઈ રહી છે. અમારી બહુમતી આવશે તો અમે પ્રજાના તમામ પ્રશ્નોને હલ કરવા પૂરો પ્રયાસ કરીશું.'#MorbiUpdate #Morbi #MorbiTalukaPanchayat #MorbiJillaPanchayat #CongressCandidates #SanjayKotadiya #GujaratElections #MorbiNews #ElectionUpdate