મોરબી : મોરબી તાલુકા બ્રહ્મસમાજ દ્વારા શિવ મહિમ્ન પાઠનું આયોજન કરવામાં આવ્યું હતુ.તેમજ બ્રહ્મસમાજની ટિમના વિવિધ હોદેદારોની વરણી કરવામાં આવી હતી. ગત તા.1ના રોજ મોરબી તાલુકા બ્રહ્મસમાજ દ્વારા શિવ મહિમ્ન પાઠનું આયોજન કરવામાં આવ્યું હતુ.હળવદના ગ્રુપના સભ્યોની વાણીમાં સૌ કોઈએ લાભ લીધો હતો.આ સાથે મોરબી જીલ્લા બ્રહ્મસમાજ પ્રમુખ ભરતભાઈ ઓઝા,મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ દ્વારા મોરબી તાલુકા બ્રહ્મસમાજની ટિમની વરણી કરવામાં આવી હતી.જેમાં પ્રમુખ તરીકે કૌશિકભાઈ વ્યાસ,મહામંત્રી તરીકે હરીશભાઈ પંડ્યા,ઉપપ્રમુખ તરીકે હાર્દિકભાઈ વ્યાસ,યગ્નેશભાઈ ભટ્ટ,ખજાનચી તરીકે ભાવિનભાઈ પંડ્યા,મંત્રી તરીકે મંથનભાઈ ત્રિવેદી,જનાર્દનભાઈ દવે તેમજ મીડિયા ઇન્ચાર્જ તરીકે હર્ષિલભાઈ પંડ્યાની નિમણૂક કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ઉપસ્થિત ભુપતભાઈ પંડ્યા,અનિલભાઈ મેહતા,નરેન્દ્રભાઈ મેહતા,નીરજભાઈ ભટ્ટ,જગદીશભાઈ ઓઝા,અમિતભાઈ ભટ્ટ,દુષ્યંતભાઈ ઠાકર,રવિન્દ્રભાઈ ત્રિવેદી,બાબુભાઈ રાજગોર,નલિનભાઈ ભટ્ટ તેમજ મોટી સંખ્યામાં બ્રહ્મસમાજના આગેવાન ઉપસ્થિત રહ્યા હતા.