મોરબીની મુલાકાતે આવેલા ગૃહમંત્રી સમક્ષ તાલુકા ભાજપે રજુઆત કરી મોરબી : ગુજરાત રાજય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી આજે મોરબીની મુલાકાતે આવ્યા છે અને તેઓએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી મોરબી જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું. તે દરમિયાન મોરબી તાલુકામાં બીજું પોલીસ મથક ફાળવવા તાલુકા ભાજપે તેમની સમક્ષ રજૂઆત કરી હતી. મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયા, મહામંત્રી જયંતિલાલ ચાપાણીએ ગુજરાત રાજયના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સમક્ષ લેખિતમાં રજુઆત કરી હતી કે, મોરબી તાલુકામાં ૧૦૭ ગામો આવેલ છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ૬૦ કી.મી. લંબાઈ ધરાવતો તાલુકો છે. હાલમાં તાલુકા પોલીસ સ્ટેશન હેઠળ કાયદો અને વ્યવસ્થા જાળવવામા આવે છે. વિસ્તારની દ્રષ્ટિએ મોટો તાલુકો હોય મોરબી તાલુકામાં સિરામિક ઈન્ડસ્ટ્રીઝ આવેલ હોય આશરે ૧,૫૦,૦૦૦ જેવા પરપ્રાંતિય વર્કરો પણ આ તાલુકા પોલીસ સ્ટેશન હેઠળ આવતા હોય કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સરળતા રહે માટે મોરબી તાલુકામાં બીજુ પોલીસ સ્ટેશન ફાળવવાની માંગ કરો છે.