મોરબી : ભારત સરકારના પૂર્વ વિદેશ મંત્રી સ્વ.સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલી આપવા માટે મોરબી તાલુકા ભાજપ દ્વારા શ્રદ્ધાંજલીનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં તાલુકા ભાજપના આગેવાનો અને કાર્યકરોએ દિવંગત સુષ્મા સ્વરાજને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. મોરબી તાલુકા ભાજપ દ્વારા ભારત સરકાર ના પુર્વ વિદેશમંત્રી,વરિષ્ઠ નેતા,ઓજસ્વી વક્તા એવા શ્રીમતિ સુષમા સ્વરાજજીને ભાવપુર્ણ શ્રધાંજલી આપવામા આવી હતી.સમગ્ર ભારતમા સરકારના જમ્મુ કાશ્મીરમાથી 370 કલમ 35 એ હટાવવાના બહાદુરી પૂર્વકના નિર્ણય લેવા બદલ દેશવાસીઓ વડાપ્રધાન મોદી અને ગુર્હમંત્રી અમિત ભાઇને ઉત્સાહ ભેર અભિનંદન આપી રહ્યા છે. ત્યારે ભારત દેશમા એક દુખ:દ ધટના બની છે.જેમાં ભારતના પ્રથમ મહિલા વિદેશ મંત્રી તરીકે બહુમાન મેળવી ચુકેલા , પુર્વ મુખ્ય મંત્રી,માત્ર 25 વર્ષ ની ઉમરે કેન્દ્રીય મંત્રીમંડળના સભ્ય બનેલા અને 27 વર્ષની ઉંમરે હરીયાણાના બીજેપી અધ્યક્ષ,ભારતીય જનતા પાર્ટીના પ્રથમ મહિલા પ્રવક્તા અને નિર્વિવાદ વ્યક્તિત્વ એવા શ્રીમતી સુષમા સ્વરાજજીનુ 67 વર્ષની વયે તાજેતરમાં અવસાન થયુ હતું.ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા ને ટંકારા -પડધરીના પુર્વ ધારા સભ્ય શ્રી બાવનજી ભાઇ,સદસ્યતા અભિયાનના જીલ્લા ઇન્ચાર્જ કે એસ ભાઇ, મોરબી તાલુકા ભાજપ ના પુર્વ પ્રમુખ દુલભજીભાઇ , વર્તમાન પ્રમુખ અરવિંદ વાસદડિયા,જયંતિ ભાઇ પડશુબીયા , સુખાભાઇ ડાંગર,જયતિંભાઇ ચાપાણી,બચુભાઇ ગરચર,રમેશ કણસાગરા,કાનજી ભાઇ ચાવડા,લવજી ભાઇ ભંખોડીયા,વિશાલ ધોડાસરા,આદમભાઇ રાઉમા,મંજુરી બેન ચૌહાણ,રમાબેન ગડારા વગેરેએ દિવંગત સુષ્મા સ્વરાજને ભાવપુર્ણ શ્રધાંજલી આપી હતી.