મોરબી : મોરબી તાલુકા ભાજપ દ્વારા યોગ દિવસ નિમિત્તે મહેન્દ્રનગર અને રવાપર ગામમાં કાર્યકર્તાઓ માટે યોગાભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રયત્નોથી સંયુક્ત રા્ષ્ટ્ર સંઘે 21 જુનને આતંરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાનું નિયત કર્યું છે. આ વર્ષે તા. 21 જુન 'વિશ્વ યોગ દિવસ'ના રોજ કોરોના મહામારીથી બચવાના સરકારના નિયમો પાલન સાથે 'યોગ ભગાવે રોગ' સુત્ર ને સાર્થક કરવા સાતમા વિશ્વ યોગ દિવસ-2021ને ઊજવવા મોરબી તાલુકા ભાજપ દ્વારા મોરબી તાલુકા વિસ્તારમા જુદી-જુદી બે જગ્યાએ નિયત સંખ્યામા કાર્યકર્તાઓ માટે યોગાભ્યાસ સવારે 6:00 વાગ્યે યોજવામાં આવ્યો છે. જેમાં પ્રભુ કૃપા ટાઉન શિપ, મહેન્દ્રનગર ખાતે પ્રદેશ ભાજપ ઉપાધ્યાક્ષ જયંતિભાઇ કવાડીયા, ધારાસભ્ય બ્રીજેશભાઇ મેરજા તેમજ જીલ્લા ભાજપ પ્રતિનિધિ હસુભાઇ પંડયા, વિશાલ ધોડાસરાની ઉપસ્થિતિમા તેમજ ઓમ પાર્ટી પ્લોટ, રવાપર ખાતે સાસંદ મોહનભાઇ કુંડારીયા તથા જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયાની ઉપસ્થિતિમા યોગાભ્યાસ યોજાશે. આ બન્ને યોગાભ્યાસ કાર્યક્રમમા જોડાવવા ઇન્ચાર્જ જીજ્ઞેશભાઇ કૈલા તથા રવિભાઇ શનાવળા તેમજ મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.