મોરબી : મોરબીના મકનસર નજીક જુના સરતાનપર રોડ આવેલ વેલોસીટી સીરામીકમાં રહેતી યુવતીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.આ બનાવમાં મૃતક યુવતીને અન્ય કોઈ યુવાન સાથે પ્રેમસંબંધ હોવાની જાણ થયા બાદ તેના પરિવારજનોએ બીજી જગ્યાએ લગ્નની વાત કરતા લાગી આવતા યુવતીએ આ અંતિમ પગલું ભરી લીધાનું ખુલ્યું છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મુળ રાજસ્થાનના વતની અને હાલ મોરબી તાલુકાના મકનસર ગામ પાસે આવેલ વેલોસીટી સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતી પીન્ટુબેન મણીભાઇ બામણીયા (ઉ.વ.૧૯) નામની યુવતીએ ગઈકાલે તા.૨૭ ના રોજ ગળેફાંસો ખાઈ લેતા તેણીનું મોત નીપજ્યું હતું.આ બનાવ બાદ યુવતીના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.આ બનાવની જાણ થતાં તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી.પોલીસ સમક્ષ મૃતકના પરિવારજનોએ નિવેદન આપ્યું હતું કે,મૃતક યુવતીને કોઈ છોકરા સાથે પ્રેમસંબંધ હોય જે બાબતની જાણ ધરના સભ્યોને થયેલ હોય અને તેણીના લગ્નની વાત બીજે કરતા તે બાબતે લાગી આવતા તેણીએ જાતેથી લેબર રૂમમા ગળેફાસો ખાઇ આપઘાત કરી લીધો હતો.આ બનાવની નોંધ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.