વાર્તા , કાવ્યો તથા ગીત કળા માટે ઓપન માઇક : દર અઠવાડિયે યુટ્યુબ ઉપર એક શો : 'મોરબી અપડેટ' રહેશે મીડિયા પાર્ટનર મોરબી : મોરબીના ટેલેન્ટને એક નવું પ્લેટફોર્મ આપવાના હેતુથી 'હિમ ટોક' શરૂ કરવામાં આવ્યું છે. જેમાં મોરબીના ઉભરતા કલાકારોના ટેલેન્ટને લોકો સમક્ષ મુકવામાં આવનાર છે. આ શો દર અઠવાડિયે યુટ્યુબ ઉપર મુકાશે. 'હિમ ટોક'ના મીડિયા પાર્ટનર તરીકે 'મોરબી અપડેટ' રહ્યું છે. મોરબી શહેરનો પહેલો ઓપન માઇક શો 'હિમ ટોક' શરૂ થયો છે. મોરબીમાં કલા ક્ષેત્રે ઘણા લોકો આગળ વધવા ઈચ્છે છે. આવા ઉભરતા કલાકારોને પ્લેટફોર્મ પૂરું પાડવાની નેમ સાથે મોરબીના જ યુવાનોએ 'હિમ ટોક' શરૂ કર્યું છે. જેના દરેક શો યુટ્યુબ ઉપર મુકવામાં આવશે. દર અઠવાડિયે એક શોનું પ્રસારણ કરાશે. 'હિમ ટોક'મા ઉંમરને લઈને કોઈ લિમિટેશન રાખવામાં આવી નથી. કોઈ પણ વ્યક્તિ વાર્તા થી લઈને ગીત, ગઝલ, મિમિક્રી સહિતની કોઈ પણ કલા આ શોમાં રજૂ કરી શકશે. આ શોમાં ભાગ લેવા માટે હિમાંશુ શેરસીયા મો. નં. 9727469250 નો સંપર્ક કરવાનો રહેશે. ઉલ્લેખનીય છે કે 'હિમ ટોક'નો પ્રથમ શો રિલીઝ કરી દેવામાં આવ્યો છે. જેની લિંક નીચે છે. https://youtu.be/s6z2XpyQoS8