મોરબી જિલ્લાના તળાવ કૌભાંડમાં ઈજનેર કાનાણી સહિત ચાર વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ મોરબી : મોરબી જિલ્લાને હચમચાવી નાખનાર નાની સિંચાઈ યોજના હેઠળના તળાવ કૌભાંડમાં આજે પોલીસે મુખ્ય કૌભાંડી નિવૃત ઈજનેર કાનાણી સહિત ચાર વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું છે, જો કે જેલવાસ ભોગવી રહેલા ધારાસભ્ય પરસોતમ સાબરીયા વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરવા પોલીસે વિધાનસભા અધ્યક્ષની મંજૂરી માંગી હોય પોલીસ તેમના વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરી શકી નથી. મોરબી જિલ્લામાં નાની સિંચાઈ યોજના હેઠળ કરોડો રૂપિયાના કૌભાંડમાં પોલીસે મોરબી જીલ્લાના નિવૃત પૂર્વ કાર્યપાલક ઇજનેર સી.ડી.કાનાણી, સસ્ટેનેબલ કંન્સટ્રકશન મેનેજમેન્ટ કનસ્લટન્શી રાજકોટના પ્રોપ્રાઇટર ચૈતન્ય જયંતિલાલ પંડયા, વેગડવાવ મજુર સહકારી મંડળીના ભરતભાઇ સવજીભાઈ રાઠોડ ઉ.૩૩ અને ગણપતભાઈ ઉર્ફે ગણેશભાઇ મોહનભાઇ રાઠોડ, રે.હળવદવાળા ધરપકડ કરી રિમાન્ડ મેળવી જેલ હવાલે કર્યા હતા જેમાં આજે ચારેય આરોપીઓ વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ હળવદ તળાવ કૌભાંડમાં લાંચ મામલે હાલ જેલમાં રહેલા ધારાસભ્ય પરસોતમ સાબરીયા અને તેમના સાગરીત ભરત ગણેશિયા પાસેથી નાણાંની રિકવરી બાકી હોવા ઉપરાંત પરસોતમ સાબરીયા સીટીંગ ધારાસભ્ય હોય પોલીસે તેમના વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરવા વિધાનસભા અધ્યક્ષની મંજૂરી માંગી હોય જે હજુ મળી ન હોવાથી તેમના વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરાયું નથી. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en