મોરબી કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરતા સમયે ૧૪ આરોપી ભાગેડુ જાહેર કરાયા મોરબી : સમગ્ર મોરબી જિલ્લામાં ચકચારી બનેલ કરોડો રૂપિયાના તળાવ કૌભાંડમાં મનપડે તેવો તોડ કરી લેનાર મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ, મહામંત્રી, જિલ્લા પંચાયતના સદસ્ય સહિતના ૧૪ આરોપીઓને આજે પોલીસે અદાલત સમક્ષ ભાગેડુ જાહેર કરતા સનસનાટી મચી જવા પામી છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લાને હચમચાવનાર તળાવ કૌભાંડમાં આજે પોલીસે કોર્ટ સમક્ષ મુખ્ય કૌભાંડી નિવૃત ઈજનેર સહિતના ચાર વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરી આ કૌભાંડમાં ભાજપના મોટા માથાઓને ભાગેડુ જાહેર કરતા ખળભળાટ મચી ગયો છે જેમાં (૧)રામજીભાઈ કાનજીભાઈ પટેલ રહે: રાજકોટ ,(૨)ઘનશ્યામભાઈ ગોહિલ મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી રહે: માનસર તા.હળવદ (૩) વલ્લભભાઈ પટેલ મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રહે હળવદ (૪) ધર્મેન્દ્રભાઈ પટેલ મોરબી જિલ્લા પંચાયત સદસ્ય કોગ્રેસ અને પૂર્વ સીચાઈ સમિતિ ના ચેરમેન રહે.ટીકર (રણ) (૫)પુનાભાઈ દેવાભાઈ રાઠોડ રહે રણમલપુર તા .હળવદ (૬) ચતુરભાઈ મગનભાઈ ચરમારી રહે સુર્યનગર તા.હળવદ (૭) અરવિંદભાઈ કોળી તાલુકા પંચાયત સદસ્ય ભાજપ રહે સુસવાવ તા.હળવદ (૮)મોહનભાઈ દાનાભાઈ રહે સાપકડા તા.હળવદ (૯)લવજીભાઈ ઉર્ફે ભગત મૂળજીભાઈ ચૌહાણ રહે સાપકડા તા.હળવદ (૧૦) ભીખાભાઈ ચૌહાણ રહે સુંદરી ભવાની તા.હળવદ (૧૧)જેન્તીભાઈ લવજીભાઈ ચૌહાણ રહે સાપકડા તા.હળવદ (૧૨)જેન્તીભાઈ સવજીભાઈ પરમાર રહે સાપકડા તા.હળવદ (૧૩) વશરામભાઈ પેથાભાઈ સોલંકી રહે કોયબા તા.હળવદ (૧૪) ભરતભાઈ ગોવિંદભાઈ ચૌહાણ રહે સાપડા તા.હળવદ વાળાને ભાગેડુ જાહેર કર્યા છે. જો કે મોરબી પોલીસ તળાવ કૌભાંડમાં છેલ્લા ઘણા સમયથી મંથર ગતિએ તપાસ ચલાવતી હોય અને મંડળીના ૪૫ જેટલા કૌભાંડીઓ ખુલ્લા ફરી રહ્યા હોય છતાં પકડતી ન હોય આજે કોર્ટમાં ભાગેડુ જાહેર કર્યા બાદ હવે પોલીસ કેવું વલણ અપનાવે છે તે જોવું રહ્યું. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en