મોરબી : પોતાની પડતર માંગણીઓ સંદર્ભે સરકાર સામે બાયો ચડવાનાર રાજ્યભરના તલાટી કમ મંત્રીઓની લડત દિવસે દિવસે આગળ ધપી રહી છે જેમાં આજે મોરબી જિલ્લાના તલાટીઓ કામગીરીથી અળગા રહ્યા હતા. મોરબી જિલ્લા તલાટી મંડળના પ્રમુખ બી.જે.બોરસણીયાએ જણાવ્યું હતું કે તલાટી કમ મંત્રીઓની વિવિધ પડતર માંગણીઓ સંદર્ભે સરકારમાં અનેક વિધ રજુઆત કરવા છતાં પ્રશ્નોનું નિરાકરણ ન આવતા લડતનો માર્ગ અપનાવવામાં આવ્યો છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આજે રાજ્ય મંડળના આદેશ મુજબ મોરબીના ૬૯ સહિત જિલ્લાના ૩૬૫ તલાટી કમ મંત્રીઓ પંચાયતમાં હાજર રહ્યા હતા પરંતું કામગીરીથી દૂર રહ્યા હતા અને આવનાર દિવસોમા હજુ પણ આ લડત વધુ ઉગ્ર બનવવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.