ગુજરાતી ફિલ્મ વેન્ટીલેટરના શૂટિંગ માટે જેકીશ્રોફ અમદાવાદમાં મોરબી : એ ભીડું ખાનાં બાના ખાયા કી નહિ ? અમદાવાદમાં ગુજરાતી ફિલ્મના શૂટિંગ માટે આવેલા બૉલીવુડ સ્ટાર જેકીશ્રોફે ઉપરોક્ત શબ્દ મોરબીના નાના એવા ટાબરિયા જયરાજ આહીરને કહયા હતા. બોલીવુડમાં અનેક સફળ ફિલ્મો આપનાર જેકીશ્રોફ આગામી ગુજરાતી ફિલ્મ વેન્ટીલેટરમાં દેખાશે હાલમાં અમદાવાદ ખાતે ફિલ્મ વેન્ટીલેટરનું શૂટિંગ ચાલી રહ્યું છે. હાલ અમદાવાદમાં પત્રકાર તરીકે ફરજ બજાવતા હાર્દિક ભટ્ટ સાથે ફિલ્મ વેન્ટીલેટરનું શૂટિંગ નિહાળવા મોરબીથી વિપુલ આહીર તેમના પુત્ર જયરાજ સાથે અમદાવાદ ગયા હતા. જ્યાં નાના એવા જયરાજને જેકીશ્રોફને મળવા વેનિટી વેનમાં જવાનો મોકો મળ્યો, આ યાદગાર પળે જેકીદાદાએ પોતાના આગવા અંદાજમાં જયરાજ સાથે વાતો કરી અને સ્ટાફને કહ્યું હતું કે બચ્ચે કો ખાના બાના ખિલાઓ.... આમ, મોરબીના ટાબરિયા જયરાજને બૉલીવુડ સ્ટાર જેકીશ્રોફ સાથે ફોટો પડાવવાની સાથે યાદગાર ક્ષણ માણવાનો મોકો મળી જતા જયરાજ ખુશખુશાલ બન્યો હતો.