સિસ્ટમ મેન્ટેનશ કામગીરીને પગલે ઓનલાઇન દંડ સ્વીકારવાની કામગીરી રહેશે બંધ મોરબી : મોરબી જિલ્લામાં ટ્રાફિક નિયમનના સુચારૂ અમલવારી થાય તે માટે સીસીટીવી કેમેરા મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. અને નિયમભંગ કરનાર વાહનચાલકને સીધા તેના ઘરે ઇ-મેમો આપવામાં આવી રહ્યા છે. આ ઇ-ચલણ કામગીરી જે સાઇટ પર ચાલી રહી છે. તે સાઈટનું આગામી 24 કલાકમાં મેન્ટેનન્સની કામગીરી થવાની હોવાથી મોરબી જિલ્લામાં તા. 26 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર એટલે કે આજથી ત્રણ દિવસ સુધી ઓનલાઇન ચલણનો દંડ સ્વીકારવામાં આવશે નહિ. જેથી, વાહનચાલકોએ ઓફલાઈન દંડ ભરવાનો રહેશે. આ માટે વાહનચાલકોએ જિલ્લા ટ્રાફિક શાખા એસપી કચેરી જિલ્લા સેવા સદન કેમ્પસમાં ઇશ્યુ થયેલા ચલણ અને ડ્રાઇવીંગ લાયસન્સ સાથે રૂબરૂ આવવાનું રહશે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate