મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસે ગઈકાલે રાત્રે નશો કરેલી હાલતમાં જાહેરમાર્ગ ઉપર સર્પાકારે ગાડી ચલાવતા શખ્સને ઝડપી લઇ નશો ઉતારી દીધો હતો. જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે રાત્રીના મોરબી એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ જવાનો નાઈટ ડ્યુટીમાં હતા ત્યારે પોલીસ કોન્સ્ટેબલ સમરથસિંહ ઝાલાએ ખાટકીવાસ ચોક નજીક જાહેરમાર્ગ પર સર્ક્સના ખેલ કરી સર્પાકારે મારુતિસ્વીફ્ટકાર ચાલકને નશો કરેલી હાલતમાં કાર ચલાવતા ઝડપી લાઇ કાયદાનું ભાન કરવી નશો ઉતારી નાખ્યો હતો. આ અમલ પોલીસે મૂળ દેત્રોજ ગામના રહીશ અને હાલ લીલાપર મેજર સીરામીક સામે ઝૂંપડામાં રહેતા સ્વીફટકારના ચાલક ગોવિંદ અંબારામભાઈ નડિયા વિરુદ્ધ પોતાની અને અન્યોની જિંદગી જોખમાય તેરીતે કેફી પીણું પી કાર ચલાવવા મામલે ગુન્હો દાખલ કરી જીજે.36 વી 028 નંબરની સ્વીફટકાર કિંમત.રૂ.2 લાખ વળી જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે c