મોરબી: મોરબીના વિવિધ વિસ્તારોમાં ગણેશ મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. ત્યારે પારેખ શેરીમાં ઉષા પાનની બાજુમાં સ્વસ્તિક ગ્રુપ દ્વારા છેલ્લા 17 વર્ષથી સફળ આયોજન બાદ 18 માં વર્ષે પણ 'પારેખ શેરી કા રાજા' ગણેશોત્સવ 2025 નું વિશાળ અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગણેશ સ્થાપના, મહાઆરતી અને વિસર્જન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.ગણેશોત્સવ 2025 અંતર્ગત 27/08/2025, બુધવારના રોજ ગણેશ સ્થાપના કરવામાં આવશે. તેમજ દરરોજ સાંજે 08:30 કલાકે મહાઆરતીનું આયોજન કરાશે. તેમજ ગણેશ વિસર્જન તા. 06/09/2055ને શનિવારના રોજ કરવામાં આવશે. આ ભવ્ય આયોજનમાં સહભાગી થવા સ્વસ્તિક ગ્રુપ દ્વારા સર્વ ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.