આર્યવ્રત શૈક્ષણિક સંકુલ અને સાધના વિદ્યાલયની રાજ્યકક્ષાએ પસંદગી મોરબી : ભારત સરકારના માનવ સંશાધન વિભાગ આયોજિત સ્વચ્છ વિદ્યાલય સ્પર્ધામાં મોરબી લક્ષ્મીનગરના આર્યવ્રત શૈક્ષણિક સંકુલ મેદાન માર્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર ૨૦૧૭-૧૮ અંતર્ગત મોરબી લક્ષ્મીનગર સ્થિત આર્યવ્રત શૈક્ષણિક સંકુલ અને સાધના વિદ્યાલયની જિલ્લા કક્ષાએ અને બાદમાં રાજ્યકક્ષાએ પસંદગી કરવામાં આવી હતી. વધુમાં ભારત સરકારના માનવ સંશાધન વિભાગ આયોજિત આ સ્વચ્છ શાળા સ્પર્ધામાં મોરબી લક્ષ્મીનગરની સાધના વિદ્યાલય અગ્રતાક્રમે આવતા તાજેતરમાં ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મંત્રી વિભાવરીબેન દવે અને શિક્ષણ સચિવના હસ્તે શાળાને મેડલ, પ્રમાણપત્ર અને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. શાળાને આ સિદ્ધિ અપાવવા બદલ ટ્રસ્ટીગણ, સંચાલકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.