પટેલ ગ્રુપ આયોજિત ગણેશ મહોત્સવ પાસે સફાઈ અભિયાન હાથ ધરાયુ મોરબી : મોરબીમાં સ્વચ્છતા અભિયાન સમિતિએ આજે રવિવારે સુભાષનગર આસપાસના વિસ્તારોમાં સઘન સફાઈ કરી હતી.જોકે આ વિસ્તારમાં પટેલ ગ્રુપ દ્વારા ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન થયું હોય ભાવિકોને ગંદકીથી અગવડતા ન પડે તે માટે સ્વચ્છતા અભિયાનની ટીમે આ વિસ્તારમાં સઘન રીતે સફાઈ અભિયાન હાથ ધરીને તે વિસ્તારને ચોખ્ખો ચણાક કરી નાખ્યો હતો. મોરબી શહેરને સ્વચ્છ બનાવવા માટે તબીબો સહિતના જાગૃત નાગરિકો સ્વચ્છતા અભિયાનની ટીમ દ્વારા છેલ્લા ઘણા સમયથી દર રવિવારે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે છે.ત્યારે આ રવિવારે ગણેશ પંડાલો પાસે સફાઈ અભિયાન ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.જેમાં મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિએ આજે રવિવારે ગણપતિ બાપાના ચરણોમાં સ્વચ્છતા અભિયાનને સમર્પિત કર્યું હતું. મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિએ ગણેશ પંડાલોની આસપાસ સાફ સફાઈ કરી નૈતિક ફરજ બજાવી હતી. હાલમાં મોરબીમાં અલગ અલગ વિસ્તારમાં ગણેશોત્સવ ચાલી રહ્યો છે. જેમાંના એક મોરબીના હાર્દ સમા વિસ્તાર સુભાષનગર આવેલા પટેલ ગ્રુપ કા રાજા નામના ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અહીં રોજના 5-7 હાજર ભાવિકો દર્શન માટે આવે છે. આ ભાવિકોની સગવડતા માટે આજ રોજ મોરબી સ્વચ્છતા અભિયાન ટિમ દ્વારા સુભાષનગરની આજુ બાજુના વિસ્તારોમાં સઘન સફાઈ કરવામાં આવી હતી.