સમૂહ લગ્નમાં બાળ લગ્ન થતા હોવાનું સામે આવશે તો આયોજકો સામે પણ પગલા લેવાશે મોરબી : મોરબી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા હવે બાળ લગ્ન અટકાવવા માટે સમૂહલગ્નમા પણ સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવશે. જો સમૂહ લગ્નમાં બાળ લગ્ન થતા હોવાનું સામે આવશે તો આયોજકો સામે પણ પગલાં લેવામાં આવશે. સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા હાલ બાળ લગ્ન સામે આકરા પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે સમુહલગ્નમાં બાળ લગ્ન ન થાય તે માટે કચેરી દ્વારા સમૂહ લગ્નમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો સમૂહ લગ્નમાં વરરાજાની ઉમર ૨૧ વર્ષથી ઓછી અને દુલહનની ઉંમર ૧૮ વર્ષથી ઓછી હશે તો સમૂહ લગ્નના આયોજકો સામે પણ પગલાં લેવામા આવશે.વધુમાં આસપાસમાં ક્યાંય પણ બાળ લગ્ન થતા જણાય તો જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી ફોન નં. ૦૨૮૨૨ ૨૪૨૫૩૩ અથવા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી એ.એફ. પીપલીયા મો.નં. ૯૯૭૯૨ ૮૭૫૦૧ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news