જિલ્લા પોલીસવડાએ નાઈટ પેટ્રોલિંગ માટે ખાસ તૈયાર કરાવ્યા ત્રણ બાઇક મોરબી : મોરબીમાં વધતી જતી ગુન્હાખોરી ડામવામાં મોરબી જિલ્લા પોલીસવડા સફળ બન્યા છે ત્યારે હવે રાત્રી દરમિયાન ગુન્હેગારોમાં ખૌફ બેસાડવા ખાસ ત્રણ સુપરકોપ બાઇક દ્વારા પેટ્રોલિંગ કરવામા આવશે. મોરબી જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાએ ચાર્જ સાંભળ્યા બાદ મોરબી શહેરમાં દારૂ - જુગારની બદી પર રીતસરની ધોસ બોલાવી ગેરકાનૂની પ્રવૃત્તિ પર રોક લગાવી છે ત્યારે હવે રાત્રી દરમિયાન પોલીસ પેટ્રોલિંગ વધારી નાની નાની શેરી ગલીઓ સુધી પણ પોલીસ પહોંચી શકે તે માટે ખાસ ત્રણ સુપરકોપ બાઇક તૈયાર કરવામાં આવ્યા છે. વધુમાં જિલ્લા પોલિસવડાની સૂચનાથી દરરોજ રાત્રીના આ સુપરકોપ બાઇક મારફતે પોલીસ જવાનો દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી ગુન્હેગારો ઉપર નકેલ કસવામાં આવનાર હોવાનું સતાવાર સૂત્રોએ અંતમાં જણાવ્યું હતું.