મોરબી : મોરબી શહેરમાં એક દુકાન પાસે લપસીને પડી જતા એક વૃદ્ધનું મોત થયું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. ગઈકાલે તા. 18ના રોજ મોરબીમાં ત્રાજપર ચોકડી નજીક તુલસી ઇલેકટ્રીક દુકાન પાસે શામજીભાઇ તળશીભાઇ કુંડારીયાનો (ઉ.વ. 67, રહે અવની ચોકડી, ઉમા પાર્ક, મોરબી) પગ લપસી ગયો હતો. આથી, તેઓ પડી ગયા હતા. અને તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.