સંસ્થાઓ , એકમો અને સંગઠનોએ સ્વખર્ચે તળાવો ઊંડા કરવાની કામગીરી આરંભી : પ્રભારી મંત્રી સૌરભ પટેલના નિરીક્ષણ હેઠળ ૩૧મી મેં સુધી ચાલશે અભિયાન મોરબી : મોરબી જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાયનનો આજે ગુજરાતના સ્થાપના દિન થી પ્રારંભ થયો છે. જેમાં વિવિધ સંસ્થાઓ અને ઔદ્યોગિક એકમો દ્વારા ૧૭૫ ગામોને દતક લઈને તળાવો ઊંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજ્ય સરકારની સૂચના મુજબ આજ રોજ ગુજરાતના સ્થાપના દિનથી મોરબી જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તળાવ ઊંડા ઉતારવાના કામનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત હયાત ચેક ડેમોનું ડિસીલટિંગ, હયાત જળાશયોનું ડિસિલટીંગ, નદીઓમાં થતું પ્રદુષણ અટકાવવાની કામગીરી, નદીઓના કાંઠે વૃક્ષારોપણ કરવું, નદીના પ્રવાહને અવરોધરૂપ જાડી ઝાંખરા દૂર કરવા, વન તલાવડી નદીને પુનઃજીવીત કરવા સહિતની અનેકવિધ પ્રવૃતિઓ તા.૧ થી ૩૦ સુધી લોકભાગીદારીથી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ સંસ્થાઓ તેમજ ઔદ્યોગિક એકમો મોરબી જિલ્લાના ૧૭૫ ગામોને દત્તક લઈને અભિયાનની તમામ કમગીરી સ્વખર્ચે કરશે. જેમાં મોરબીના ઔદ્યોગિક એકમો તેમજ સંગઠનો જેવાકે ગુજરાત ગ્રેનોઇટ મેન્યુ.એસો.એ ૧૦ ગામ, મોરબી-ઢુવા ગ્લેઝ ટાઇલ્સ એસો.એ ૧૦ ગામ, સેનેટરી વેર મેન્યુ.એસો.એ ૧૦ ગામ , ફ્લોર વોલ ટાઇલ્સ એસો.એ ૧૦ ગામ, પેપર મીલ એસો.એ ૫ ગામ, એપીએમસીએ ૪ ગામ, કોલ એસો.એ ૫ ગામ આમ કુલ ૫૪ ગામ દત્તક લીધા છે. માળિયાના જયદીપ સોલ્ટ પ્રા. લી. એ ૫ ગામો, દેવ સોલ્ટ પ્રા. લી. એ ૫ ગામો, શ્રી રામ સોલ્ટ પ્રા. લી. એ ૫ ગામો અને અન્ય સોલ્ટ એકમોએ ૧૨ ગામો મળી ને કુલ ૨૭ ગામો દત્તક લીધા છે. વાંકાનેરના લિઝ ધરકોએ ૧૦ ગામ, કોલ એસો.એ ૫ ગામ, ગુજરાત ગ્રેનાઈટો મેન્યુ.એસોએ ૫ ગામો, કાર્ય પાલક ઈજનેર- માર્ગ અને મકાન જિલ્લા પંચાયતે ૫ ગામ, કાર્ય પાલક ઈજનેર- માર્ગ અને મકાન વિભાગ જિલ્લા સેવા સદને ૫ ગામો તેમજ એપીએમસીએ ૬ ગામો મળીને કુલ ૩૬ ગામો દત્તક લીધા છે. ટંકારામાં એપીએમસીએ ૨૦ ગામો, પેપર મિલ એસો એ ૫ ગામો, જીનિંગ મિલ એસો. એ ૯ ગામો અને અજંતા ક્લોક પ્રા. લી. એ ૧ ગામ મળીને કુલ ૩૫ ગામોને દત્તક લીધા છે. હળવદમાં એલીએમસીએ ૧૦ ગામો, લિઝ ધરકોએ ૯ ગામો અને નગરપાલિકા- હળવદે ૪ ગામો મળીને કુલ ૨૩ ગામો દત્તક લીધા છે. આજરોજ તા.૧ના રોજ નગરપાલિકા, સ્વામિનારાયણ સંસ્થા અને મહાપ્રભુજીની બેઠકના સહયોગ થી મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી સૌરભભાઈ પટેલની ઉપસ્થિતિમાં મચ્છુ નદીની ડીપનિંગ તથા સફાઈ ઝુંબેશ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે. ત્યારબાદ ટંકારા તાલુકામાં અજંતા ક્લોક પ્રા. લી. કંપની દ્વારા દત્તક લેવાયેલ વિરપર ગામે પ્રભારી મંત્રીએ તળાવ ઊંડું કરવાની કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='22441,22443,22444,22445,22446,22448,22449']