મોરબી-વાંકાનેર હાઈવે નજીક આવેલ કુબેર સિનેમા પાસે રહેતા નારણ માનસિંગભાઈ મકવાણા(ઉ.૧૭)નામના સગીરે ગઈ કાલે સાંજના સમયે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપધાત કરી લીધો હતો. આ બનાવ અંગે પોલીસે જણાવ્યું હતું કે નારણ તથા તેના માતા-પિતા મોરબીના માધાપર વિસ્તારમાં લગ્નમાં ગયા હતા અને નારણ મારે ઘરે જાવું છે તેમ કહી ઘરે આવતો રહ્યો હતો અને સાંજના સમયે ઘરે પોતે એકલો હોય સગીરે કોઈકારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો.