મોરબી : મોરબીના રાજપર કુંતાસી ગામે રહેતી યુવતીએ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને જીવનનો અંત અણી લીધો હતો.આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી તાલુકાના રાજપર કુંતાસી ગામે રહેતી મિતલબેન દિનેશભાઇ પરમાર ઉ.વ.18 નામની યુવતીએ ગઈકાલે પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.બાદમાં મૃતકની ડેડબોડીને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને બનાવનું કારણ જાણવા મૃતકના પરિવારજનોના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.