મોરબી : મોરબી શહેરમાં રહેતા એક યુવકે શારીરિક બીમારીના લીધે ટેન્શન રહેતું હોવાના લીધે આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ શહેરના રવાપર રોડ પર સહયોગ સોસાયટીમાં રહેતા 26 વર્ષીય મુકેશભાઈ ઘનશ્યામભાઈ કોરડીયાએ તેના ઘરે પંખામાં દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઇ લીધો હતો. આથી, તેમનું મૃત્યુ થયું છે. મૃતકને લોહી જાડું થઈ જતુ હોવાથી માથાની નસ દબાતી હતી. આ બાબતને લઈને અને ધંધાકીય મુશ્કેલીના કારણે ટેન્શન રહેતું હતું. આ કારણોસર તેણે અંતિમ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં પોલીસ દ્વારા બનાવની તપાસ કરવામાં આવી રહી છે.