મોરબી : ગત વર્ષે તા. 09/12/2018ના રોજ ઘાયલ પશુ-પક્ષીને આશરો આપવાના હેતુથી કર્તવ્ય જીવદયા કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું હતું. જેમાં જીવદયા પ્રેમી દાતાઓના સહકારથી 1 વર્ષના ટૂંકા ગાળામાં ઘણી પ્રગતિ કરી છે. આ 1 વર્ષ દરમિયાન કરેલ કામો અને નવી સુવિધાઓની યાદી નીચે મુજબ છે. 1. કેન્દ્રની ફરતે દીવાલ. 2. કેન્દ્રના મજૂરને રહેવા માટે રૂમ. 3. સસલા માટે અલગ વિભાગ. 4. બાથરૂમ અને શૌચાલય 5. કેન્દ્રની અંદર અસંખ્ય વૃક્ષોનું વાવેતર 6. કુતરાઓની ઓરડીઓમાં ટાઇલ્સ લગાવામાં આવી. 7. ઘાયલ પશુ-પક્ષીને સ્થળ ઉપર સારવાર આપવા એનિમલ હેલ્પલાઈન 8. એનિમલ હેલ્પલાઇન માટે બાઈક એમ્બ્યુલન્સ. 9. કુવા, ઉંચા ટાવર વગેરે જગ્યાઓમાં ફસાયેલા 8થી વધુ પશુ-પક્ષી માટે રેસ્ક્યુ કામગીરી. 10. ઉનાળામાં પક્ષીઓ માટે10,000થી વધુ પાણી પીવાના કુંડાઓનું વિતરણ. 11. ચોમાસામાં ઘરે-ઘરે જઈ પડતર ભાવથી 50 વૃક્ષોનું વાવાવેતર 12. વૃક્ષોના 500થી વધુ રોપનું વિનામૂલ્યે વિતરણ. 13. કેન્દ્રમાં સારવાર કરવા માટે પગારદાર ડોકટરની સુવિધા. 14. બિલાડીની ઓરડીનું ચણતર કામ. 15. કમર ભાંગેલા અને ચાલી ના શકે એવા કૂતરો અને ગલુડિયા માટે અલગ વિભાગનું બાંધકામ. 16. ઉત્તરાયણમાં ઘાયલ 40થી વધુ પક્ષીઓને બચાવી સારવાર. 17. 50થી વધુ વન્ય પક્ષીઓને જામનગર સારવાર માટે મોકલવામાં આવ્યા. 18. કુતરીમાં સિઝરીયનથીં માંડી પગ કાપવાના જેવા 8થી વધુ સફળ ઓપરેશન. આમ, આવા નાના-મોટા ઘણા કામો કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા કરવામાં આવ્યા છે. કેન્દ્રના ઉમદા કાર્યમાં જે લોકોએ કામમાં સહયોગ આપ્યો હોય, એવા તમામ લોકોને કર્તવ્ય જીવદયા કેન્દ્રએ એક વર્ષ પૂર્ણ કરી બીજા વર્ષમાં મંગલમય પ્રવેશ કરતા શહેરીજનોનો આભાર વ્યક્ત કર્યો છે. તેમજ યુનાઇટેડ યુથ જીવદયા ગ્રુપ સંચાલિત કર્તવ્ય જીવદયા કેન્દ્રની વધુ વિગત મેળવવા અથવા ઘાયલ અબોલ જીવની સારવાર માટે કેર્તવ્ય એનિમલ હેલ્પલાઈન મો.75748 68886, મો.75748 85747 પર સંપર્ક કરવાનો રહેશે.