મોરબીના વિધાર્થીઓને ઘર આંગણે મળશે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેનું ઉચ્ચતમ કોચિંગ : સ્પિપાની તજજ્ઞ ફેકલ્ટી દ્વારા વિદ્યાર્થીઓને અપાશે સચોટ માર્ગદર્શન મોરબી : શિક્ષણ હબ તરીકે આગળ ધપી રહેલ મોરબીમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે વિદ્યાર્થીઓને સચોટ માર્ગદર્શન અને કોચિંગ મળી રહે તેમાટે મોરબીના બે યુવાન મિત્રો રાજભાઈ જોબનપુત્રા અને સંદીપભાઈ દ્વારા સક્સેસ એકેડમીની શરૂઆત કરવામાં આવી છે. જેથી હવે મોરબીના યુવાનોને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કે કોચિંગ માટે રાજકોટ, ગાંધીનગર કે અન્ય કોઈ જગ્યાએ નહિ જવું પડે કારણ કે સક્સેસ એકેડમી મોરબીમાં વિદ્યાર્થીઓને GPSC, PSI, ASI, CLERK, TAT, TET, તલાટી, કોન્સ્ટેબલ તેમજ હાઈકોટૅ અને અન્ય કોમ્પિટીટીવ એક્ઝામની તૈયારી સ્પિપાની તજજ્ઞ ફેકલ્ટી દ્વારા કરવાવામાં આવે છે. સક્સેસ એકેડમીના સંચાલક રાજભાઈ જોબનપુત્રાએ 'મોરબી અપડેટ' સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે તેઓએ સંદીપભાઈ સાથે મળીને મોરબીને કોમ્પિટિટિવ એક્ઝામનું કોચિંગ આપતી એકેડમી આપવા ઘણી મહેનત કરી છે. કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવા માટે અહીંના છાત્રોને રાજકોટ કે ગાંધીનગર જવું પડતું હતું. ત્યારે સક્સેસ એકેડમી દ્વારા વિદ્યાર્થીઓને ઘર આંગણે ગુણવત્તા યુક્ત કોચિંગ મળતું થયું છે. વિદ્યાર્થીઓને કોમ્પિટિટિવ એક્ઝામ માટેનું કોચિંગ ગુણવત્તા યુક્ત મળે તે માટે અહીં સ્પિપાની ફેકલ્ટી તેમજ ૧૦થી ૧૫ વર્ષનો અનુભવ ધરાવતી ફેકલ્ટી રાખવામાં આવી છે. વધુમાં રાજભાઈ જોબનપુત્રાએ જણાવ્યું કે સક્સેસ એકેડમી રવાપર અને શનાળા રોડ વચ્ચે ચાણક્ય બિલ્ડીંગમાં આવેલ છે. એકેડમી એસી સહિતની સુવિધાથી સજ્જ છે. જેથી વિદ્યાર્થીઓને અભ્યાસ દરમીયાન કોઈ દુવિધા ન રહે. આ સાથે એકડમીની ફી પણ વ્યાજબી રાખવામાં આવી છે. ઓછા ભાવે ગુણવત્તા યુક્ત શિક્ષણ આપવાની નેમ સાથે આ સાહસ શરૂ કરવામાં આવ્યું છે. આ એકડમીમાંથી કોચિંગ મેળવેલ તમામ છાત્રો સરકારી નોકરી મેળવી પોતાની ઉચ્ચ કારકિર્દી ઘડે તેવા લક્ષ્ય સાથે સકસેસ એકેડમી કાર્યરત છે. સક્સેસ એકડમિમાં કોચિંગ આપતા સ્પિપાના ફેકલ્ટી ભૌતિક ઠક્કરે જણાવ્યું કે તેઓ સ્પિપામાં મેથ્સ અને રિઝનિંગનો ડિપાર્ટમેન્ટ સંભાળે છે. આ સાથે તેઓ વડોદરા સ્પિપામાં આઈબીપીએસની બેચને સ્પેશિયલ લેક્ચર આપે છે. તેઓએ કહ્યું કે સકસેસ એકેડમીના બેનર હેઠળ તેઓને મોરબીમાં કોચિંગ આપવાની તક મળી જે ગૌરવની વાત છે. અહીં ઘણા કલાસીસ છે. પરંતુ કોમ્પિટિટિવ એક્ઝામમાં અનેક પ્રયત્નો બાદ પણ અસફળ રહેનાર ઉમેદવારો દ્વારા ચલાવવામાં આવતા હોય તેવા છે. ત્યાંથી છાત્રોને યોગ્ય માર્ગદર્શન મળી શકતું નથી. પરંતુ સક્સેસ એકેડમી પદ્ધતિસર અને તજજ્ઞો દ્વારા ચાલવામાં આવે છે. વધુમાં તેઓએ ઉમેર્યું કે તેમને કોમ્પિટિટિવ એક્ઝામની ૨૪૨ બેચ પૂર્ણ કરી છે. તેઓની બેચના વિધાર્થીઓ કોમ્પિટિટિવ એક્ઝામમાં સફળ રહે તેવા લક્ષ્ય સાથે કોચિંગ આપવામાં આવે છે. વધુમાં તેઓએ કહ્યું કે સક્સેસ એકડમિમાં આગામી સમયમાં લાયબ્રેરી સુવિધા પણ ઉભી કરવામાં આવશે. સક્સેસ એકડમિમાં ફેકલ્ટી દ્વારા તૈયાર કરેલ લીથા જ છાત્રોને આપવામાં આવે છે. સાથે ૧ કલાકનો કવેરી સેશન પણ યોજવામાં આવે છે. જેમાં છાત્રોના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે છે. અંતમાં રાજુભાઇ જોબનપુત્રાએ સક્સેસ એકેડમીની આગામી બેચ વિશે જણાવ્યું કે સક્સેસ એકડમિની એક બેચ એક મહિના પૂર્વે ચાલુ થઈ હતી. જે હાલ ચાલી રહી છે. આ ઉપરાંત બે બેચ શરૂ થવાની છે. જેના ડેમો લેક્ચર ગત તા. ૮,૯ અને ૧૦ના રોજ યોજાયા હતા. બે બેચમાંથી એક નો સમય સાંજે ૭:૩૦ થી ૯:૩૦ અને બીજી બેચનો સમય બપોરે ૨ થી ૪:૩૦ રાખવામાં આવ્યો છે. અને તાજેતરમાં રાત્રી બેચ પણ સારું કરવામાં આવી છે. રાજભાઈ જોબનપુત્રા છેલ્લે કહે છે કે આ એકેડમી એક માત્ર પ્રોફેશનના હેતુથી શરૂ કરી નથી અમે એક મિશન સાથે કામ કરી રહ્યા છીએ. જેમાં મોરબીના યુવાનોને વિવિધ સરકારી ભરતી માટેની જરૂરી પરીક્ષાઓ અન્ય સપર્ધાત્મક પરીક્ષામાં સારા પરિણામ મેળવવા જરૂરી કોચિંગ આપી તેમની સફળતામાં સહભાગી થવા માંગીએ છીએ. મોરબીમાં તમામ પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરાવતી સક્સેસ એકેડમીની વધુ વિગત માટે મો.નં.૭૨૨૮૦ ૪૮૦૮૦ નો સંપર્ક કરવા જણાવાયું છે. મોરબીમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરાવતી સક્સેસ એકેડમીના સંચાલકોનો વિશેષ ઇન્ટરવ્યૂ https://www.youtube.com/watch?v=JgUnfqxmRU0