ભૂલ ભરેલી જંત્રી, અયોગ્ય માર્ગદર્શન અને આડેધડ આકારણી થતી હોવાની વ્યાપક ફરિયાદો મોરબી : મોરબી સિટીની જંત્રીના વેલ્યુઝોનમાં છેલ્લા નવ વર્ષથી સીટી સર્વે નંબર સાથે શીટ નંબર કે જે તે વિસ્તારનો ઉલ્લેખ થતો ના હોવાથી દસ્તાવેજમાં આડેધડ સ્ટેમ્પ ડ્યુટી લઈને શહેરીજનોને સબ રજીસ્ટાર કચેરીમાં ભૂલ ભરેલી જંત્રીના કારણે ભરવાપાત્ર કરતા વધુ રકમની સ્ટેમ્પ ડ્યુટી ભરી લોકો દસ્તાવેજો નોંધાવવા મજબુર બનવું પડે છે. મોરબી સીટી સર્વે કચેરીના કુલ વોર્ડ ૧ થી ૪ માં સમાયેલ છે આમ ચારેય વોર્ડના સર્વે નંબરોને જંત્રીના વેલ્યુઝોનમાં W/0/1 થી W/0/૪૫ માં આવરી લેવામાં આવેલ છે. જેમાં સર્વે નંબર સાથે શીટ નંબર કે જે તે વિસ્તારનો ઉલ્લેખ ના હોવાથી સબ રજી ઓફીસ દ્વારા અમલી જંત્રીનો ઊંચામાં ઉંચો વેલ્યુ ઝોનનો ભાવ લઇ મિલકત આકારણી કરી દસ્તાવેજ નોંધાવવાની ફરજ પાડવામાં આવે છે. જેથી, મોરબી સીટીનો કોઈપણ મિલકતનો દસ્તાવેજ નોંધાવવો હોય તો મિલકતનો સર્વે નંબર જણાવ્યા મુજબ આવે, જેથી વધુમાં વધુ આવેલ હોય તે લેવાની ફરજ પાડવામાં આવે છે. જેથી, મિલકત શનાળા રોડની હોય કે પછી ખાટકી વાસની હોય જંત્રીની સ્ટેમ્પ ડ્યુટી ઉંચી જ ભોગવવી પડે છે. મોરબી સિટીની જંત્રીના વેલ્યુ ઝોનમાં સીટી સર્વે કચેરીના શીટ નંબર તથા વોર્ડ નંબરનો ઉલ્લેખ ના હોવાથી હાલની અમલી જંત્રીમાં નક્કી થતું નથી કે કોઈપણ વ્યક્તિ પોતે ખરીદ કરેલ મિલકતનો દસ્તાવેજ નોંધાવવા માંગે છે. તેની બજાર કીમત તથા સ્ટેમ્પ ડ્યુટી ક્યાં વેલ્યુઝોન આધારે નક્કી કરવી તે કાઈ સ્પષ્ટ થતું નથી છેલ્લા નવ વર્ષથી મિલકત ખરીદકર્તાઓ હાલની આ ભૂલ ભરેલી જંત્રીના હિસાબે ભરવાપાત્ર વધુ સ્ટેમ્પ ડ્યુટી ભરી દસ્તાવેજ નોંધાવી રહ્યા છે.