મોરબી : કોવીડ-૧૯ મહામારી વાયરસના સાવચેતીના ભાગરૂપે મોરબી સબ જેલના બંદિવાનો માટે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં નવા આવેલા આરોપીઓને પ્રથમ ડોઝ અને જેમને બીજો ડોઝ બાકી હોય એમને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. તા.૨૧ના રોજ લીલાપર રોડ અર્બન હેલ્થ સેન્ટરના ડો.અમિતભાઈ ઘેલણી,પેરામેડિકલ સ્ટાફ,મોરબી સબ જેલના અધિક્ષક કે.એસ.પટણી તથા જેલના કર્મચારીઓ દ્રારા વિશ્વ સ્તરે ફેલાયેલા કોવીડ-૧૯ મહામારી વાયરસના સાવચેતીના ભાગરૂપે કોરોના અંર્તગત વેકસિન આપવામાં આવેલ હતા.જેમાં કાચા કામના નવા દાખલ થયેલ ૧૮ આરોપીઓને પ્રથમ ડોઝ તેમજ ૧૪ કાચા કામના આરોપીઓને બીજો ડોઝ એમ કુલ-૩૨ બંદિવાનોને વેક્શિન આપવામાં આવેલ હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..