ડાયનેમિક વૉરિયર કરાટે ક્લાસિસના વિદ્યાર્થીઓએ સ્ટેટ લેવલની કરાટે ચેમ્પિયનશીપમાં મેદાન માર્યું મોરબી : મોરબીના રવાપર નજીક આવેલ ડાયનેમિક કલાસીસ કરાટેના વિદ્યાર્થીઓએ રાજકોટ ખાતે આયોજિત 4TH ISKU GUJRAT STATE LEVEL KARATE CHAMPIONSHIPS 2022માં ઉત્સાહભેર ભાગ લીધો હતો.જેમાં વિદ્યાર્થીઓએ 11 ગોલ્ડ મેડલ મેળવી કલાસીસ તેમજ પરિવારનું નામ રોશન કર્યું હતું. તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે કરાટે ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવેલું હતું.જેમાં રાજકોટ ઉપરાંત અમદાવાદ, સુરત, જૂનાગઢ, જામનગર, મોરબી,વગેરે જીલ્લાના બાળકોએ ભાગ લીધો હતો. જેમાંથી મોરબીના ડાયનેમિક વોરિયર કરાટે ક્લાસમાં મનીષ સર પાસે તાલીમ લેનાર વિદ્યાર્થીઓએ કાતા તથા કુમિતે એમ કુલ બે સ્પર્ધામાં મળીને મોરબી જિલ્લાને 11 ગોલ્ડ, 11 સિલ્વર, 4 બ્રોન્ઝા મળીને 26 મેડલ મેળવ્યા હતા.