મોરબી : ગુજરાત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ - ગાંધીનગર પ્રેરિત કલામહાકુંભ 2021 - 22માં પી.જી.પટેલ કોમર્સ કોલેજની બી.કોમ અને બી.બી.એ.ની વિદ્યાર્થીનીઓએ લોકનૃત્યમાં 15 થી 20 વર્ષ કેટેગરીમાં પ્રદેશકક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો છે. ગુજરાત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ - ગાંધીનગર પ્રેરિત કલામહાકુંભ 2021 - 22માં જિલ્લાકક્ષાએ પી.જી.પટેલ કોમર્સ કોલેજની બી.કોમ અને બી.બી.એ.ની વિદ્યાર્થીનીઓએ પ્રથમ નંબર મેળવી પ્રદેશકક્ષાએ વડોદરા ખાતે તા.6ના રોજ યોજાયેલ લોકનૃત્ય સ્પર્ધામાં ભાગ લીધો હતો.જેમાં 11 જિલ્લા વચ્ચેની પ્રદેશકક્ષામાં પ્રથમ નંબર મેળવી મોરબી જિલ્લા તેમજ કોલેજનું ગૌરવ વધાર્યું છે. આગામી તા.10 થી 12 વચ્ચે ભાવનગર ખાતે ગુજરાત રાજ્યકક્ષાએ તમામ વિદ્યાર્થીનીઓ ભાગ લેવા જશે.લોકનૃત્યની તાલીમ આપનાર પ્રોફેસર હિતેન્દ્રસિંહ જાડેજા અને પી.જી.પટેલ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડૉ.રવીન્દ્રભાઈ ભટ્ટ તેમજ ટ્રસ્ટી દેવકરણભાઇ આદ્રોજા,જતીનભાઈ આદ્રોજા તમામ વિદ્યાર્થીનીઓને શુભેચ્છા પાઠવી હતી.