ધો.12 સાયન્સમાં ગણિતમાં 1 અને વાણિજ્ય વ્યવસ્થામાં 20 વિદ્યાર્થીઓ ગેરહાજરરાજકોટ : બોર્ડની પરીક્ષામાં આજે બપોર બાદ ધોરણ-12 વિજ્ઞાનપ્રવાહમાં મેથ્સનું પેપર લેવાયું હતું, જયારે ધોરણ-12 સામાન્યપ્રવાહમાં વાણિજ્ય વ્યવસ્થાનું પેપર લેવાયું હતું. ધોરણ-12 સાયન્સમાં મુખ્ય વિષયના પેપેર પૂર્ણ થતા વિદ્યાર્થીઓએ હાશકારો અનુભવ્યો હતો. મોરબી જિલ્લામાં આજે ધોરણ-12 સાયન્સમાં ગણિતમાં 1 અને વાણિજ્ય વ્યવસ્થામાં 20 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.મોરબી જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણબોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને 12ની પરીક્ષામાં આજે મોરબી જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં વાણિજ્ય વ્યવસ્થાના પેપરમાં કુલ 5,148 માંથી 5,128 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા. જ્યારે 20 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.જયારે ધોરણ 12 સાયન્સમાં ગણિતના પેપરમાં ગુજરાતી માધ્યમમાં કુલ 567 માંથી 566 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જ્યારે, અંગ્રેજી માધ્યમમાં દરેક 36 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત અનિવાર્ય વ્યાકરણ પેપરમાં ગુજરાતી માધ્યમમાં દરેક 10 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..