મોરબી: મોરબીની કાછીયાગાળા પ્રાથમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે તાજેતરમાં વિદાય સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સી.આર.સી. મયુરભાઈ પરમાર, સરપંચ ધીરુભાઈ જરવરિયા તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. શાળામાંથી વિદાય લઈને ઉજ્જવળ ભવિષ્ય તરફ બીજું પગલું માંડવા જય રહેલા બાળકોને શુભેચ્છા ભેટ આપવામાં આવી હતી, દરેક મહેમાનો તથા શાળા પરિવારના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને સારા ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી. કાર્યક્રમને અંતે સમગ્ર શાળા પરિવારે સાથે બેસીને ભોજન કર્યું હતું. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news