શાળાએ પાપા પગલીમાંથી દોડતા શીખવ્યું : કાસમ સર મોરબી : બે દશકા થી એમપી દોશી વિદ્યાલય ખાતે મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા કાસમભાઈ હિંગોળાને આચાર્ય તરીકે બઢતી સાથે બદલી થતા શાળા પરિવાર દ્વારા વિદાયનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એમપી દોશી શાળાના શિક્ષક કાસમભાઈ હિંગોળાનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ તકે કાર્યક્રમની શરુઆત પ્રાર્થનાથી કરી હતી. બાદમાં વિદ્યાર્થીઓએ ભેટ સોગાદ આપી હતી. સાથે ટ્રસ્ટીઓ અને શિક્ષકો પણ યાદગાર ભેટ આપી હતી આ તકે શાળાના ચંદ્રકાંતભાઈ કટારીયા, આચાર્ય ખાંભલા અશ્વિન આંબલિયા, ભાલારા, દવે સાહેબ, રમાબેન સહિત પ્રાથમિક શાળાના શિક્ષકો પણ હાજર રહ્યા હતા. વિદાઈ લઈ રહેલા કાસમભાઈ વિધાથીને સંબોધન કરતાં કરતાં આંખમાથી અશ્રુ ખરી પડ્યા હતા અને કાર્યક્રમમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne