મોરબી : પ્રવર્તમાન સમયમા પશ્ચિમી સંસ્કૃતીનો વ્યાપ દેશમા વધી રહ્યો છે. આજનુ યુવાધન અર્વાચીનતા તરફ વળી રહ્યુ છે ત્યારે વિદ્યાર્થીઓ તેમજ યુવાનોમા સાંસ્કૃતીક તેમજ આધ્યાત્મિક મૂલ્યોનો ઘટાડો થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓને દેશના મહાપુરુષો વિશે જ્ઞાન પ્રાપ્ત થાય તેમજ તેઓમા આધ્યાત્મિકતાનુ સિંચન થાય તે હેતુસર વિવિધ પ્રકારની વિદ્યા શાખાનુ જ્ઞાન પ્રદાન કરતી શહેરની નામાંકીત ઓમવીવીઆઈએમ કોલેજ દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ગુરુ શ્રીરાજચંદ્રની જન્મભૂમિ વવાણીયા ગામની મુલાકાતનુ આયોજન કરવામા આવ્યુ હતુ. વિદ્યાર્થીઓને શ્રીમદ્ રાજચંદ્ર તેમજ મહાત્મા ગાંધીજીના જીવન ચરિત્રનુ જ્ઞાન પ્રદાન કરવામા આવ્યુ હતુ. આ ઉપરાંત, વિદ્યાર્થીઓએ વિવિધ આધ્યાત્મિક પુસ્તકો વિશે માહીતી પ્રાપ્ત કરી હતી. આ તકે સંસ્થાના ટ્રસ્ટી સુમંતભાઈ પટેલ, ભવ્યદીપસિંહ જેઠવા, આચાર્ય ધર્મેન્દ્રભાઈ ગડેશિયા ઉપરાંત સમગ્ર શૈક્ષણીક અને બીનશૈક્ષણીક સ્ટાફે વિદ્યાર્થીઓને જીવનમા આધ્યાત્મિકતાના મહત્વ વિશે માર્ગદર્શન આપી બિરદાવ્યા હતા.