મોરબી : તાજેતરમાં ગુજરાત કેસરી પાવરલિફ્ટિંગ 2025 સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના નાલંદા વિદ્યાલયમાં ધોરણ 4માં અભ્યાસ કરતાં હાર્દ ક્રિપાલભાઈ બાપોદરીયાએ બીજો નંબર મેળવીને સિલ્વર મેડલ જીત્યો છે અને સમગ્ર મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.માત્ર 8 વર્ષની ઉંમરના હાર્દ બાપોદરીયાએ રાજ્યકક્ષાની ગુજરાત કેસરી પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો છે. મહત્વનું છે કે, 8 વર્ષના હાર્દ બાપોદરિયાના શરીરનું વજન 39 કિલો છે જ્યારે તેણે આ સ્પર્ધામાં 65 કિલો ડેડલિફ્ટ કરીને સિલ્વર મેડલ જીતી લીધો છે. આ સિદ્ધિ બદલ હાર્દને ચોતરફથી અભિનંદન મળી રહ્યા છે.