મોરબી : ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સ્ટેટ લેવલે 'ઈન્ડીયન સ્પેશ મીશનના પિતા ડૉ. વિક્રમ સારાભાઈ' વિશે વકતૃત્વ સ્પર્ધામા તપોવન વિદ્યાલય એન્ડ કોમર્સ સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ 12ની વિદ્યાર્થીની અધારા હેલી લીલાધરભાઈ એ રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે. જેમને તા. 12-08-2020ને બુધવારના રોજ ગાંધીનગર ખાતે રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાંના વરદ હસ્તે રૂ. 50,000 તેમજ સર્ટીફીકેટ આપી સન્માન કરેલ છે. આ તકે શાળાના ચેરમેન અશોકભાઈ રંગપરીયા તથા આચાર્ય નરેશભાઈ સાણજા તેમજ સમગ્ર સ્ટાફગણએ તેમને ઉત્તરોતર પ્રગતિ કરે તેવા શુભાશિષ પાઠવેલ છે.