મૂળ માળિયાના વેજલપર ગામની વતની ધ્રુવી રોહતક (હરિયાણા) ખાતે 29 એપ્રિલથી 3 મે સુધી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં રમવા જશેમોરબી : મોરબીની તપોવન વિદ્યાલયમાં ધોરણ 11 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ધ્રુવી ભરતભાઈ લોરિયાએ રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરી મોરબી જિલ્લાનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે. ધ્રુવી લોરિયાની 69 મી નેશનલ સ્કૂલ ગેમ્સ અંતર્ગત અંડર 17 (U-17) ગર્લ્સ ક્રિકેટમાં રાષ્ટ્રકક્ષાએ પસંદગી થઈ છે.મૂળ માળિયા તાલુકાના વેજલપર ગામની અને હાલ મોરબીના એસ પી રોડ પર આવેલી ધ વન અપ સોસાયટીમાં રહેતી ધ્રુવી લોરિયા હવે નેશનલ લેવલે ક્રિકેટના મેદાનમાં પોતાનું કૌશલ્ય બતાવશે. આગામી તારીખ 29/4/2026 થી 3/5/2026 સુધી હરિયાણાના રોહતક ખાતે આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા યોજાવા જઈ રહી છે, જેમાં તે રમવા માટે જશે.નાની ઉંમરે ક્રિકેટમાં નોંધપાત્ર પ્રદર્શન કરી નેશનલ કક્ષાએ પસંદગી પામવા બદલ ધ્રુવી લોરિયાને તેના પરિવારજનો, શાળા પરિવાર તેમજ મોરબીના રમતગમત પ્રેમીઓ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે અને તે આગળ જતા દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #NationalSchoolGames #U17GirlsCricket #WomensCricket #TapovanVidyalaya #Maliya #Vejalpar #GujaratSports #SportsNews #MorbiCity