સ્વ-અભ્યાસ અને શાળાના શિક્ષકોના માર્ગદર્શનથી 700 માંથી 654 ગુણ મેળવી માતા-પિતાનું નામ રોશન કર્યુંમોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ ધોરણ 12 કોમર્સના પરિણામમાં વ્રજ સાગરભાઈ વાઘેલાએ અદભૂત સિદ્ધિ હાંસલ કરી છે. વ્રજે કોઈપણ પ્રકારના બાહ્ય ટ્યુશન ક્લાસ વગર, માત્ર સ્વ-અભ્યાસ અને નવયુગ સ્કૂલના તમામ શિક્ષકોના માર્ગદર્શન થકી બોર્ડની પરીક્ષામાં 99.63 પર્સન્ટાઈલ અને 'A1' ગ્રેડ સાથે ઉત્તીર્ણ થઈને વર્ગમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે.કુલ 700 માંથી 654 ગુણ મેળવીને વ્રજે સાબિત કર્યું છે કે જો દ્રઢ સંકલ્પ અને સખત મહેનત હોય, તો મોંઘા ટ્યુશન ક્લાસ વગર પણ ઉચ્ચ પરિણામ મેળવી શકાય છે. વ્રજની આ શાનદાર સફળતા બદલ તેના પરિવાર અને મિત્રો તરફથી તેના પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.#MorbiUpdate #MorbiNews #GSEBResult #Class12Commerce #SuccessStory #NavyugSchoolMorbi #EducationNews #NoTuition #A1Grade