મોરબી : બેડમિન્ટન અંડર-20માં રાષ્ટ્રીયકક્ષાએ મોરબીના ગૌતમ મકવાણાએ ગોલ્ડ મેડલ મેળવી શહેરનું ગૌરવ વધાર્યું છે. મોરબી સર્વોદય એજયુકેશન સોસાયટી સંચાલિત મહારાજાશ્રી મહેન્દ્રસિંહજી સાયન્સ કોલેજના તૃતીય વર્ષના વિદ્યાર્થી તેમજ એનસીસીના તેજસ્વી અંડર ઓફિસર ગૌતમ નીતિનભાઈ મકવાણાએ રાષ્ટ્રીયકક્ષાએ બેડમિન્ટન અંડર-20માં સુવર્ણચંદ્રક મેળવી સિદ્ધિ હાંસલ કરી છે. આ ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવવા બદલ તેઓને સર્વોદય એજયુકેશન સોસાયટીના તમામ હોદ્દેદારો તેમજ સાયન્સ કોલેજના તમામ સ્ટાફ, વિદ્યાર્થીઓ દ્વારા અભિનંદન મળી રહ્યા છે.