મોરબી : મોરબીમાં શકત-શનાળા ખાતે આવેલા સરસ્વતી શિશુ મંદિરના વિદ્યાર્થીનો વિદ્યાભારતી આયોજિત હિન્દી નિબંધ સ્પર્ધામાં ગુજરાત પ્રાંત સ્તરે પ્રથમ ક્રમાંક આવ્યો છે. વિદ્યાભારતી દ્વારા 'સંસ્કૃતિ બોધ પરિયોજના' અંતર્ગત દર વર્ષે નિબંધ લેખન સ્પર્ધા યોજાય છે. 2020-'21ના વર્ષ માટે યોજાયેલ નિબંધ લેખન સ્પર્ધા અન્વયે બાળ વિભાગમાં શિશુમંદિર - શનાળાના વિદ્યાર્થી મનન કિરીટભાઈ રૂપાલા (ધોરણ 9)એ 'જેસા અન્ન, વેસા મન' વિષય પર હિન્દીમાં નિબંધ લખ્યો હતો. જેને ગુજરાત પ્રાંત સ્તરે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. જે બદલ તેને ઈનામ પણ મેળવેલ છે. આ સિદ્ધિ મેળવી મનને વિદ્યાલય અને પરિવારનું નામ રોશન કરવા બદલ સમગ્ર વિદ્યાલય પરિવાર ગૌરવની લાગણી અનુભવી મનનને યાદીમાં અભિનંદન પાઠવે છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..