મોરબી : મોરબીની વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા તારીખ 29ને શનિવારે વિદ્યારત્ન અભિવાદન સમારોહ-2019નું આયોજન ભવાની પાર્ટી પ્લોટ(ભવાની સીરામીક), રચના સોસાયટી પાછળ, મોરબી-2 ખાતે કરવામાં આવ્યું છે. જેમાં દીપ પ્રાગટ્ય, વિદ્યાર્થીઓનું સન્માન, વિશિષ્ટ સન્માન, પ્રાસંગિક પ્રવચન, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, આભાર દર્શન જેવા કાર્યક્રમો યોજાશે. મોરબીની વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યારત્ન અભિવાદન સમારોહનું આયોજન 29ને શનિવારે કરવામાં આવ્યું છે.આ સન્માન સમારોહમાં ધોરણ 1 થી લઈને કોલેજ સુધીના 80થી વધુ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે. આ સન્માન સમારોહમાં અતિથિ વિશેષ તરીકે છેલ્લા 10 વર્ષોમાં પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓ આવશે. જેમના હસ્તે આ વર્ષે ધોરણ 10માં પ્રથમ ક્રમાંકે આવનાર વિદ્યાર્થીનું સન્માન કરવામાં આવશે. વિદ્યાર્થી અભિવાદન ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિવિધ દેશભક્તિ ગીતો, ભગત ગોરા કુંભાર નાટક, તાજેતરમાં સુરતમાં થયેલા અગ્નિકાંડ પર એક ટૂંકું નાટક, 'મોબાઈલ' નાટક કે જેમાં મોબાઈલથી થતા નુકસાન વિશે સમજાવવામાં આવશે. ગરબા વિના ગુજરાતીઓની કલ્પના શક્ય નથી, આથી ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વૃક્ષારોપણ અને રોપા વિતરણ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ વર્ષે વિદ્યાર્થીઓને રોપા આપીને સન્માન કરવામાં આવશે અને શૈક્ષણિક કીટનું વિતરણ પણ કરવામાં આવશે. કાર્યક્રમ પૂર્ણ થયે નાસ્તાનું આયોજન સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે. આ સમારોહનો લાભ લેવા માટે સમાજના દરેક લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne