મોરબી : મોરબીમાં નગર દરવાજા ખાતે ધોરણ 11માં અભ્યાસ કરતા જેનીલ સોનીએ નગર દરવાજાની આબેહૂબ કલાકૃતિ બનાવી હતી. જે બાદ આ કલાકૃતિને પ્રદર્શિત કરી હતી. ત્યારે આ દરમ્યાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.બી. ઠક્કર તેમજ કોન્સ્ટેબલ ભાનુભાઈ બાલાસરાએ જેનીલ સોનીને આગળના ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી હતી. મોરબી ટ્રાફિક પોલીસ દ્વારા તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યો હતો.